હેતુ વગર હેત કરનાર માત્ર હરિ જ હોય છે.---જેટલા દિવસ જીવો તેટલા દિવસ ફૂલ બની જીવો કાંટા બનીને નહી.---સામા પક્ષને ન્યાય કરવાથી આપણને ન્યાય વહેલો મળે છે. નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક વેબસાઇટ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ની અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ વેબસાઇટ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે,આભાર.

Friday 28 December 2018

કલરવ ચિલ્ડ્રન બેંક , લક્ષ્મીપુરા(ડા.)


  કલરવ ચિલ્ડ્રન બેન્ક દ્વ્રારા જીવન કૌશલ્ય.
હેતુઓ:-           
૧. બેન્ક વ્યવહારની સમાજ મેળવે.

૨. વ્યવહારું હિસાબો કરતા થાય.

૩. ગાણિતિક પ્રક્રિયાઓની સમજ મેળવે.

૪. નીતિ,નિષ્ઠા,પ્રામાણિકતા,શિસ્ત જેવા ગુણો કેળવાય.

  બાળકોના સર્વાંગી વિકાસ માટે કલરવ ચિલ્ડ્રન બેન્ક શરૂ કરવામાં આવી.જેની સમજ બાળકોને આપવામાં આવી.ચિલ્ડ્રન બેન્કના સુચારું વહીવટ માટે બેન્ક ડીરેક્ટર,બેન્ક મેનેજર,કેશિયર અને કમિટી મેમ્બરની નિમણૂક લોકશાહી રીતે કરવામાં આવી.જરૂરી રજીસ્ટર,પાસબુક,વાઉચર,ફોર્મ શાળા કક્ષાએથી જ જાતે તૈયાર કરવામાં આવ્યા. ચિલ્ડ્રન બેન્કના નિયમો નક્કી કરવામાં આવ્યા.બાળકો જાતે જ બેન્કમાં ખાતું ખોલાવવાનું ફોર્મ ભરે,વાઉચર ભરે,પાસબુક ને સમજે,વહીવટને સમજે તે માટે એક દિવસીય તાલીમ પણ યોજવામાં આવી.

        બેન્કમાં નાણાં જમા કરાવવા,ઉપાડવા,ફોર્મ ભરવા જેવી પ્રક્રિયા દર ગુરુવારે રિશેષ દરમિયાન કરવામાં આવે છે.શાળાના શિક્ષકોના ખાતા પણ છે.બાળકોને પડતી મુશ્કેલીઓ જેવીકે,સરવાળા,બાદબાકી,ગુણાકાર,ભાગાકાર,વ્યવહારું હિસાબો,સંખ્યા ને શબ્દોમાં અને અંકોમાં લખતાં શીખે,સહી કરતાં શીખે છે.શાળામાં ચાલતી રામ દુકાન માંથી જરૂર પડ્યે પેન,પેન્સિલ,રબર લઇ શકે છે.

આપ આપની કક્ષાએ સુધારા વધારા કરી શકો અને શાળા કક્ષાએ ઉપયોગ કરી શકો એ માટે અહી ક્લિક કરો.
 

No comments:

Post a Comment