હેતુ વગર હેત કરનાર માત્ર હરિ જ હોય છે.---જેટલા દિવસ જીવો તેટલા દિવસ ફૂલ બની જીવો કાંટા બનીને નહી.---સામા પક્ષને ન્યાય કરવાથી આપણને ન્યાય વહેલો મળે છે. નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક વેબસાઇટ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ની અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ વેબસાઇટ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે,આભાર.

Tuesday 13 June 2023

શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩

     નમસ્કાર, આજે તારીખ 13- 6- 2023 ને મંગળવારે લક્ષ્મીપુરા (ડા. ) પ્રાથમિક શાળામાં બાલવાટિકા અને ધોરણ-1 ના બાળકો માટે શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો. પ્રવેશોત્સવ ની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી. શાળાની બે બાળાઓએ સુંદર મજાની અભિનય સાથે પ્રાર્થના કરાવી.

    આવેલા મહેમાનોમાં ડાવોલ ગામના અગ્ર ગણ્ય નાગરિક અને શાળાને હર હંમેશ મદદરૂપ બનનાર એવા શામજીભાઈ કેશરભાઈ ચૌધરી તથા ડાવોલ ગામના તલાટી કમ મંત્રી શ્રીમહેશભાઈ ઠાકોર સાહેબ હાજર રહ્યા હતા.આવેલ તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ અને સાલથી બાળકો  દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.

    ત્યારબાદ બાળકોની શાળા પ્રવેશ વિધિ શરૂ કરવામાં આવી સૌપ્રથમ બાલવાટિકાના પાંચ બાળકોને પાટી,પેન, દફતર, પુસ્તક આપીને, કુમકુમ તિલક કરી, મોં મીઠું કરાવી શાળા પ્રવેશ કરાવ્યો. ત્યારબાદ ધોરણ એક ના બાળકોને પણ પાટી,પેન, દફતર, પુસ્તક આપી, કુમકુમ તિલક કરી, મોં મીઠું કરાવી શાળા પ્રવેશ કરાવ્યો.શાળા પ્રવેશોત્સવ દરમિયાન બાલવાટિકામાં પાંચ બાળકો અને ધોરણ એકમાં બે બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો.

    ધોરણ ત્રણ થી પાંચમાં ગત વાર્ષિક પરીક્ષા-૨૦૨૩માં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ ઉપરાંત ધોરણ 10 માં રામજીભાઈ ખોડાભાઈ વાઘરી અને ધોરણ 12-સામાન્માંય પ્રવાહમાં સંજયસિંહ મનહરસિંહ મકવાણા કે જેઓએ આ શાળાનું અને ગામનું નામ રોશન કરેલ છે એવા બંને તેજસ્વી તારલાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

    કોમન એન્ટ્રન્સ ટેસ્ટ- 2023 માં આપણી શાળાના ધોરણ 5 નો વિદ્યાર્થી ઓઝા કિસ્મત વિજયકુમાર કે જેણે 120 ગુણ માંથી 102 ગુણ મેળવી સફળતાપૂર્વક પરીક્ષા પાસ કરેલ છે અને ડભાડ-સી.આર.સી. કક્ષાએ સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થી છે.આ પ્રસંગે ઓઝા કિસ્મત ને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યો.

     બેટી બચાવો બેટી પઢાવો, એ શીર્ષક હેઠળ કેન્વી પ્રજાપતિએ સુંદર વક્તવ્ય આપ્યું.વૃક્ષ એ જ જીવન એ વિષય પર નવ્ય પ્રજાપતિએ પોતાના સુંદર વિચારો રજૂ કર્યા.

     આ શાળામાં ભણેલા અને ગામમાં રહેતા સિનિયર મોસ્ટ વિદ્યાર્થી તરીકે મકવાણા વખત સિંહ હઠીસિંહ નું પુષ્પગુચ્છ વડે સન્માન કરવામાં આવ્યું. આ શાળાના વિદ્યાર્થી અને પોતાના ક્ષેત્રમાં સુંદર પ્રગતિ કરનાર એવા મકવાણા વિજયસિંહ દિનસિંહ નું પણ સન્માન કરવામાં આવ્યું.. શાળાને હર હંમેશ દાન આપનાર એવા  ચૌધરી રાકેશભાઈ દેવજીભાઈ તથા આજના નાસ્ચૌતાના દાતાશ્રી નરેશભાઈ ગોદડભાઈ નું પણ સન્માન કરવામાં આવ્યું.આજરોજ પોતાના પિતાની પુણ્યતિથિ નિમિત્તે શાળાના તમામ બાળકોને ચોપડા અને કંપાસ નુ દાન આપનાર તલાટી સાહેબ શ્રી મહેશભાઈ ઠાકોરનું પણ સન્માન કરવામાં આવ્યું.

.     આવેલ મહેમાન શ્રીઓએ પોતાના પ્રેરક ઉદબોધનમાં કુટુંબ વિકાસ, ગામ વિકાસ થકી સર્વાંગી વિકાસ થાય એ વિચારો તલાટી સાહેબે રજૂ કર્યા.

     શાળા પરિસર મુલાકાત અને એસએમસી સભ્યો સાથેની બેઠક પણ યોજાઈ.જેમાં બાળકોના અભ્યાસ લક્ષી વિચારો રજૂ કરવામાં આવ્યા.

     શાળામાં આવનાર મહેમાનોએ આ શાળામાં પોતાની યાદગીરી રૂપે એક જામફળનો છોડ રોપ્યો, અને સંકલ્પ કર્યો કે આ છોડનું જતન સૌ સાથે મળી કરીશું.

    આ કાર્યક્રમમાં નાનામાં નાની બાબત રહી ન જાય અને સમગ્ર કાર્યક્રમ સુંદર રીતે સંપન્ન થાય એ માટે આપણી શાળાના બેનશ્રી મંજુલાબેન એ ખૂબજ સુંદર આયોજન કર્યું.બાળકોએ પણ ઉંમર નાની હોવા છતાં આ કાર્યક્રમને સફળ બનાવવા ર જેમ ભગવાન રામની સેનામાં ખિસકોલી એ કાર્ય કરેલું એમ અમારા શાળાના તમામ બાળકોએ પણ સરસ સાથ સહકાર આપ્યો.

 શાળાના આચાર્યશ્રી મનીષભાઈ પ્રજાપતિ એ આ પ્રસંગ ની આભાર વિધિ કરી. છેલ્લે સૌ રાષ્ટ્રગીત નું ગાન કરી, નાસ્તો કરી છૂટા પડ્યા.






















No comments:

Post a Comment